બજેટ 2020: બજેટ પર ટેક્સટાઇલ્સ ઉદ્યોગની નજર - સુરત ન્યુઝ
સુરત: સુરત ભારતનું એકમાત્ર મોટું ટેક્સટાઇલ્સ હબ તરીકે ની છાપ ધરાવે છે.અહીં ટેક્સટાઇલ્સ ઉદ્યોગથી ઘણા મજદૂર વર્ગના લોકો રોજગારી મેળવે છે. જો કે નોટબંધી અને જીએસટી લાગુ થયા બાદ અહીંનો વેપાર થોડો મંદગતિએ થઈ ગયો હોવાનું સુર ઉદ્યોગ સાહસિકો આલાપી રહ્યા છે. હાલ 1 ફેબ્રુઆરી ના રોજ રજૂ થનાર બજેટને લઈ કાપડના વેપારીઓને ઘણી આશા જાગી છે.