શું આ બજેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગની અપેક્ષાઓ પૂર્ણ થઇ? - budget 2020
સુરત: 2020-2021 માટેનું બજેટ આજે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને રજૂ કર્યું હતું. આ બજેટથી ગુજરાત સહિત દેશની જનતાને અનેક આશા અપેક્ષાઓ હતી. જીએસટી અને નોટબંધી બાદ ટેક્સટાઈલ ઉદ્યોગમાં કાપડનું ઉત્પાદન ઘટયું છે. જેથી ખાસ પેકેજ સહિત અન્ય માંગો ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા નાણા મંત્રી નિર્મલા સીતારમણ ને કરાઈ હતી. બજેટમાં ટેકસટાઈલને લઇને કેટલીક જાહેરાતો સીતારમન દ્વારા કરવામાં આવી છે. જેને લઇ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. વળી રંગનાથ શારદા કે જે ફોસટાના પ્રમુખ છે તેમણે બજેટ પહેલા કેટલીક અપેક્ષાઓ રાખી હતી, તો આવો જોઇએ કે શું તેમની અપેક્ષાઓ પૂર્ણ થઇ?