વડોદરા NDRFની ટીમ દ્વારા દ્વારકા પોલીસને ટ્રેનિંગ આપાઈ - gujarati news
દેવભૂમી દ્વારકા: અંતરિયાળ વિસ્તારમાં વાવાઝોડું ,તોફાન, ભૂકંપ જેવી કુદરતી આફતોના સમયે સરકારી એજન્સીઓની અલગ-અલગ ટીમો દ્વારા લોકોના જાનમાલની રક્ષા કરવામાં આવે છે. આ સમયે મોટાભાગે NDRFની ટીમ પણ બોલાવવામાં આવે છે, પરંતુ આવા કપરા સમયે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી લોકોને ઝડપથી અને સારી રીતે મદદ કરી શકે તે હેતુથી વડોદરા NDRFની એક ટીમ દ્વારા દ્વારકા પોલીસના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી.