મોરબીમાં રામમંદિર નિર્માણ અભિયાન અંતર્ગત શાળા સંચાલકો સાથે બેઠક યોજાઈ યોજાઈ - Ram Temple
મોરબીઃ મોરબીમાં રામમંદિર નિર્માણ અભિયાન અંતર્ગત શાળા સંચાલકો સાથે મીટીંગ યોજવામાં આવી હતી. અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમા શ્રી રામ ભગવાનનાં ભવ્ય મંદિરનું ભૂમિપૂજન સંપન્ન થઈ ગયું છે. હવે ત્યાં જ શ્રી રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે, જે રામમંદિર નિર્માણ અંતર્ગત શાળા સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી.આ પુણ્ય અને પવિત્ર કાર્યમાં સંપૂર્ણ સમાજ તન,મન અને ધનથી જોડાવા થનગની રહ્યો છે. ત્યારે મોરબીના નગરજનો પણ ભવ્ય મંદિર નિર્માણમાં સહયોગી બને અને આ અભિયાનમાં દરેક સાથે મળી રામલ્લલાના વિષયને પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે તે અંતર્ગત મોરબી શહેર મધ્યે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર કાર્ય સમિતિ અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સ્વનિર્ભર શાળાઓ પોતાનું આર્થિક યોગદાન આપશે.