Yearly Horoscope of 2022 : જાણો, કેવું રહેશે કર્ક રાશિ માટે આગામી વર્ષ - વાર્ષિક રાશિફળ 2022
કર્ક રાશિ જેમાં ડ, અને હ, નો સમાવેશ થાય છે. વર્ષ 2022 દરમિયાન આ રાશિના લોકોએ વ્યવહારૂ અભિગમ રાખવો તથા નિર્ણય લેવામાં પ્રેક્ટીકલ રહેવું જરૂરી છે. પોતાની જરૂરીયાત લક્ષી નિર્ણય હોય કે પછી વ્યવસાયને લગતા હોય તેમાં વ્યવહારૂ રાખશે તો તેમના કાર્યોમાં સફળતા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ માર્ગદર્શન લેવામાં ધીરજ તથા વ્યવહારૂ અભિગમ રાખવો જરૂરી છે. આ વર્ષે શક્ય હોય ત્યાં સુંધી ઉતાવળના નિર્ણયોના લેવા જોઈએ. એપ્રિલ માસના અંત થી જુલાઈની શરૂઆતમાં શનીનું ભ્રમણ થવાનું છે તેવામાં અઢી વર્ષની નાની પનોતી આ સમય ગાળા દરિયાન થવાની છે તો તમારી રીતે થોડી તકેદારી રાખશો તો તમારા માટે યોગ્ય રહેશે, વર્ષ 2022 માં કોઈ આકસ્મિક તક મળે જેમ કે નોકરી મળવી ધંધામાં સારી કમાણી થાય વગેરે જેવા લાભો મળી શકે અને યુવાનોને સારા જીવન સાથી મળવાની પણ તક મળી શકે છે જેનાથી અંગત જીવનમાં થોડી ખુશીની ભાવના રહે તેવું કહી શકાય. આ તકો કેવી છે એ તમારા વ્યક્તિ ગત વિચારો પર રહશે અને એ તક મેળવી શકો તેમ કહી શકાય છે કારણ કે થોડીક દુવિધા વાળુ વર્ષ છે અને આ રાશીના લોકો એ દરોજ શીવજીના મંત્રની માળા કરવી તથા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાચે જેથી કરીને કોઈ પણ રૂકાવટ હશે તે દુર થાશે તેવું કહી શકાય છે.