રેસલર સાગર હત્યા કેસઃ સુશીલ કુમારનો ડંડેથી માર મારતો વીડિયો આવ્યો સામે - વીડિયો ઓનલી
ચંદીગઢઃ છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર રેસલરની હત્યાના કેસમાં તસવીરો સામે આવી છે. જેમાં સુશીલ માર મારતો નજરે પડે છે. આ તસવીરોમાં સુશીલના હાથમાં ડંડાને સ્પષ્ટ જોઇ શકાય છે, જેનાથી સાગરને માર મારવામાં આવ્યો હતો. આ કિસ્સામાં પોલીસ પાસે પહેલા દિવસની મારામારીનો વીડિયો ફૂટેજ છે. FSL અહેવાલમાં, પુષ્ટિ કરવામાં આવી છે કે વીડિઓ સાથે ચેડાં કરવામાં આવ્યા નથી. 4 મેની રાત્રે સાગર અને તેના બે સાથી અમિત તથા સોનુને છત્રસાલ સ્ટેડિયમમાં માર મારવામાં આવ્યો હતો. આ માર મારવાનો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જે દિલ્હી પોલીસ પાસે હાજર છે. તેની કેટલીક તસવીરો બહાર આવી છે. જેમાં સુશીલના હાથમાં ડંડાને સ્પષ્ટ જોઇ શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે સુશીલે સાગર અને તેના સાથીઓને આ ડંડાથી માર માર્યો હતો. જેમાં સોનુ અને અમિતને માર મારતાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે સાગરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ કેસમાં સુશીલ રેસલર સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓ હજી ફરાર છે.