ભારતીય નૌસેનાએ બતાવી તાકાત શક્તિશાળી એન્ટી શિપ મિસાઇલથી ડૂબાડ્યું શિપ, જૂઓ વીડિયો - એન્ટી શિપ મિસાઇલ
નવી દિલ્હી : ભારતીય નૌસેનાએ મિસાઇલ કોર્વેટ જહાજ INS પ્રબલ દ્વારા લોન્ચ કરેલી એન્ટિ શિપ મિસાઇલનું પ્રદર્શન કર્યું અને તેની તાકાત બતાવી હતી.ભારતીય નૌસેનાએ કહ્યું કે, આ એન્ટી શિપ મિસાઇલ મહત્તમ રેન્જ પર ખૂબ ચોકસાઇથી તેના લક્ષ્યાંકને સાંધે છે. જેના કારણે શિપ પાણીમાં ડૂબી ગયુંહતું.ભારીતય નૌસેનાના આ પરીક્ષણ પર એક વીડિયો પણ શેર કર્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મિસાઇલ બોટ INS પ્રબલથી શિપને નષ્ટ કરવા માટે એન્ટી શિપ મિલાઇલ લોન્ચ કરાઇ હતી. આ મિસાઇલ અધિકતમ દૂરી સુધી નિશાન સાંધી શકે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મિસાઇલે પોતાનો લક્ષ્ય સાંધીને શિપને સમુદ્રમાં ડૂબાડ્યું છે.