વસીમ રિઝવીને રાજસ્થાનના યુવકે આપી જાનથી મારી નાખવાની ધમકી - ગળું કાપી નાખવાની વાત
લખનઉ: ઉત્તર પ્રદેશ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. રાજસ્થાનના એક યુવકે વસીમ રિઝવીને ફોન કરી ગળું કાપી નાખવાની વાત કરી છે. અગાઉ પણ વસીમ રિઝવીને પહેલા પણ ઘણી વાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઇટીવી ભારત સાથે વાત કરતા શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવીએ જણાવ્યું હતું કે, તેમના નિવેદન અને આયેશા ફિલ્મને લઇને રાજસ્થાનના એક નંબર મને ધમકી આપવામાં આવી છે. જેનીથી હું ડરતો નથી. વસીમ રિઝવીના ફોન કરી ધમકી આપનાર વ્યક્તિએ વોટ્સએપ પર પણ ઓડિયો મોકલીને ધમકી આપી છે.