ઉત્તરપ્રદેશમાં ગર્ભવતી મહિલાને મારવામાં આવ્યો ઢોર માર, વીડિયો થયો વાયરલ - ગર્ભવતી મહિલાને માર
કન્નૌજ(ઉત્તરપ્રદેશ) :છિબરાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ખુબરીયાપુર ગામમાં મામૂલી વિવાદમાં મહિલાએ તેના દિયર સાથે મળીને સાત મહિનાની ગર્ભવતી મહિલાને લાત અને લાકડીઓથી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. બચાવમાં આવેલા પીડિતાના પતિને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો અને આરોપીને કસ્ટડીમાં લીધો હતો. વાયરલ વીડિયો 31 જુલાઈનો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.