દિલ્હી હિંસાઃ ઈજાગ્રસ્તોને મળવા હોસ્પિટલ પહોંચ્યા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન - Union Health Minister
નવી દિલ્હીઃ દિલ્હીમાં CAAના વિરોધમાં ભારે હિંસા થઈ રહી છે. આ હિંસામાં છેલ્લા બે દિવસમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે. જ્યારે અનેક ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ.હર્ષવર્ધન જીટીબી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના હાલચાલ પુછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ભાજપ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હતાં. હોસ્પિટલમાં 150 કરતાં પણ વધારે ઘાયલ લોકો સારવાર હેઠળ છે. ડૉક્ટરના જણાવ્યાનુસાર તેમાંથી કેટલાકની હાલત વધારે ગંભીર છે.