મફત અને ફરજિયાત શિક્ષણ એ નવી શિક્ષણ નીતિનું સકારાત્મક પગલુંઃ યોગેન્દ્ર યાદવ - યોગેન્દ્ર યાદવ
નવી દિલ્હીઃ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિ પર ટિપ્પણી કરતાં સ્વરાજ ઈન્ડિયાના વડા યોગેન્દ્ર યાદવે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ એક સકારાત્મક પગલું છે. કારણ કે તે શિક્ષણના અધિકારને સાચી દિશા આપે છે. મફત અને ફરજિયાત શિક્ષણને 3થી 18 વર્ષની વય સુધી લંબાવવામાં આવ્યું છે, જે સકારાત્મક પગલું છે. જો કે, તેમણે સામાજિક રીતે હાંસિયામાં રહેલા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો જેનું બરોબર ધ્યાન આ નીતિમાં આપવામાં આવ્યું નથી.