ભાજપના પ્રવક્તા સુદેશ વર્મા સાથે ETV BHARATની ખાસ વાતચીત - અથડામણ
હૈદરાબાદ : ચીન અને ભારતીય સૈન્ય વચ્ચે થયેલી અથડામણ દરમિયાન ઘણા ભારતીય સૈનિકો લાપતા થયાના અહેવાલ છે. જો કે, ભાજપ દ્વારા આ સમાચારને ફગાવી દેવામાં આવ્યા છે. આ વચ્ચે ETV BHARTના ન્યૂઝ એડિટર નિશાંત શર્માએ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુદેશ વર્મા સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે મીડિયામાં બે મુદ્દાઓ છે. ચીન ભારત સામે ખોટી વસ્તુઓનો પ્રચાર કરે છે. અમારા કોઈ સૈનિક ગુમ થયેલા નથી. સરકારે પણ આ મુદ્દો સ્પષ્ટ કર્યો છે. આખી દુનિયા ચીનના વર્તન સામે ઉભી છે. તમે જાણો છો કે ચીન તેના સૈનિકોની જાનહાનિની જાણ નથી કરતું. બીજી એક રીત છે. ચીને પણ કોરોનાથી મૃત લોકોની સંખ્યા છુપાવી છે. તે જાણતું નથી કે તે હવે 1962 નથી. ભારત મજબૂત છે.