ભયાનક ભૂંકપથી ધ્રુજયુ તુર્કી અને ગ્રીસ, જુઓ વીડિયો - ગ્રીસ
ઇસ્તાબુંલ: તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે ભૂંકપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 7.0 માપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઇ છે. ભૂકંપમાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમજ 700 થી વધુ લોકો ઘાયલ થયા છે. એજીયન સાગરમાં શુક્રવારે આવેલા ભૂંકપના આંચકાએ તુર્કીઅને યૂનાનને હચમચાવી નાખ્યું હતું. તુર્કીના ગૃહપ્રધાને કહ્યું કે, પ્રશ્વિમ ઇજમિર પ્રાંતમાં 6 ઇમારત ધરાશાયી થઇ ગઇ છે.