LAC અંગે રિટાયર્ડ બ્રિગેડિયર ગોવિંદસિંહ સિસોદિયા સાથે ETV BHARATની વાતચીત
હૈદરાબાદઃ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ગાલવાન ખીણમાં હિંસક અથડામણ બાદ પણ ચીન અટકવાનું નથી લઇ રહ્યું અને ઘૂસણખોરી માટે નવા દાવપેચનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન કોર કમાન્ડર સ્તરની બેઠકમાં લીધેલા નિર્ણયોને પણ નથી માની રહ્યું. 20 પગલાં આગળ વધીને 10 પગલાં પાછળ હટવાની ચીનની જૂની આદત છે, પરંતુ આ વખતે ભારત પોતાના વલણ પર અડગ રહ્યું. કોરોના વાઇરસના કારણે સમગ્ર દુનિયાની નજર ચીન પર છે. જેથી ચીન દુનિયાનું ધ્યાન ભટકાવા માટે LAC પર તણાવ પેદા કરી રહ્યું છે. શું આ તણાવ LAC પરના વાતચીતના ટેબલ પરથી થઇને દિલ્હી અને બેઇજિંગ સુધી પહોંચશે? કે પછી યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થશે? ગાલવાન ખીણ ભારત અને ચીન બન્ને માટે એટલી મહત્વપૂર્ણ કેમ છે? આ અંગે ETV BHARATએ રિટાયર્ડ ગોવિંદસિંહ સિસોદિયા સાથે ખાસ વાતચીત કરી હતી.