શિવસેનાના નેતાએ સંજય રાઉતે કહ્યું, મહારાષ્ટ્રમાં કાયદો ટોચ પર છે - પરમબીર સિંહ
મુંબઈ: અનિલ દેશમુખ ઉપરના આક્ષેપો અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે, વિપક્ષોએ આરોપ લગાવવાનો છે અને તે આરોપ લગાવશે, પરંતુ વિપક્ષના દરેક સવાલનો જવાબ આપવો જોઈએ તે જરૂરી નથી. ઈટીવી ભારત સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વિપક્ષ આરોપો લગાવવામાં આનંદ લઇ રહ્યો છે. આ દરમિયાન તેમણે પરમબીર સિંહની બદલીને રૂટિન ટ્રાન્સફર ગણાવી હતી. શિવસેનાના નેતાએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદો ટોચ પર છે. જે તથ્યો બહાર આવે છે પોલીસ ત્યાં કાર્યવાહી કરે છે.