રામ મંદિર ટ્રસ્ટે મંદિર નિર્માણનો સમય જાહેર કર્યો, જુઓ વીડિયો - જુઓ વીડિયો
ગ્વાલિયરઃ રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે કહ્યું છે કે, તાજેતરમાં દિલ્હીમાં ધર્મ આચાર્યોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અયોધ્યામાં ભગવાન રામ મંદિરનું નિર્માણ વહેલી તકે થવું જોઈએ. જેમાં જે કોઈ પણ તન, મન ધનથી સ્વૈચ્છિક રીતે સહકાર આપવા માંગે છે તે કરી શકે છે. અયોધ્યાના મણિરામ છાવણીના મહંત અને રામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસે શનિવારે રાત્રે સ્થાનિક કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું હતું કે, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર 1 વર્ષમાં બનાવવામાં આવશે. દિલ્હીમાં ધર્મ આચાર્યો સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, મંદિરનું નિર્માણ 6 મહિનાથી એક વર્ષમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું કે, જેઓ ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે સ્વૈચ્છિક રીતે સહકાર આપવા માંગતા હોય તેઓ આપી શકે છે. સહકારની રીત શું હશે તે અંગે તેમણે કંઈપણ કહ્યું નહીં, માત્ર એટલું કહ્યું કે, જેણે સહકાર આપવો હોય તે આપી શકે છે, પરંતુ મંદિર નિર્માણ નિર્ધારિત સમયમાં કરવામાં આવશે.