દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા ગુનેગારો વિશે મનોચિકિત્સકનો અભિપ્રાય, જુઓ વીડિયો - દુષ્કર્મના કેસમાં સતત વધારો
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સર ગંગારામ હોસ્પિટલના સાઇકેટ્રિસ્ટ વિભાગના વાઇસ ચેરમેન રાજીવ મહેતાનું કહેવું છે કે, ગેંગરેપ અથવા દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપનારા ગુનેગારો એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાતા હોય છે. ઇટીવી ભારત સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે, આ ડિસઓર્ડરથી ગ્રસ્ત અપરાધીઓને કોઇ જ વાતનો ડર હોતો નથી અને તેમને ઘમંડ રહે છે કે, કોઇ તેનું કંઇ બગાડી શકશે નહીં અને તે જ આવેશમાં આવીને આવા ગુનાઓને અંજામ આપે છે. આવા ગુનેગારોના ઇલાજના સંબંધે તેમણે કહ્યું કે, તેની સારવાર શક્ય છે. આ એક માનસિક બિમારી છે અને આ બિમાીથી પીડાતા વ્યક્તિને કોઇ પ્રકારે ડર હોતો નથી તેથી જ આવા ગુનાઓને અંજામ આપે છે.