દિલ્હીમાં નાગરિકતા સંશોધન બિલનો ભારે વિરોધ
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલનો દિલ્હીમાં અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીના જામા મસ્જિદ ચોકમાં જુમાની નમાજ બાદ સામાન્ય મુસલમાનોએ એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સમયે કોંગ્રેસ નેતા અલ્કા લાંબા, મુદ્રિત અગ્રવાલ અને શોએબ ઈકબાલ પણ પ્રદર્શનકારીઓની વચ્ચે હાજર રહ્યા હતા.