ભોપાલમાં મુસાફરોથી ભરેલો બ્રિજ ધરાશાયી, અનેક લોકો ઇજાગ્રસ્ત - ભોપાલના તાજા સમાચાર
ભોપાલ: ભોપાલના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ-2 પર મોટી દુર્ઘટના બની છે. અહીંયા મુસાફરોથી ભરાયેલો બ્રિજ અચાનક ધરાશાયી થયો છે. જેમાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્ટેશન માસ્ટરને ખરાબ બ્રિજ અંગે માહિતી આપવામાં આવી હતી, પરંતુ તેમણે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાથી દુર્ઘટના બની છે.