ETV ચેનલના 25 વર્ષ પૂર્ણ થતા રામોજી ફિલ્મ સિટિ ખાતે સિલ્વર જ્યુબિલીની ઉજવણી - ઇટીવી ચેનલના CEO બાપીનીડુ
રામોજી ફિલ્મ સીટી ખાતે ઇટીવી ગૃપના 25 વર્ષ પૂર્ણ થતા ભવ્ય સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન યોજાયું હતું. ઇટીવી ગૃપના ચેરમેન રામોજી રાવ, તેમના પરિવારના સભ્યો, કર્મચારીઓ અને અંગત મિત્રોની ઉપસ્થિતીમાં સમગ્ર કાર્યક્રમમાં ચારચાંદ લાગી ગયા હતા. ઇટીવી ચેનલના CEO બાપીનીડુ, ડિપાર્ટમેન્ટ હેડ, RFCના MD રામ મોહન રાવ અને વિજયેશ્વરી, ઇનાડુના MD કિરણ, માર્ગાદર્સીના MD સૈલજા કિરણ, રામોજી રાવના પરિવારની ત્રીજી પેઢી સહરી-રેશસ, સોહના-વિનય, બૃહતિ અને સુજયે પણ ઉત્સવમાં ભાગ લીધો હતો. રાવના પૌત્ર સુજયે ચેનલના 25મા જન્મદિવસ નિમિત્તે કેક કાપી હતી. ઉપસ્થિત કર્મચારીઓએ પણ ચેનલની 25 વર્ષની યાત્રાના સંભારણા યાદ કર્યા હતા. ઇટીવી નેટવર્કના મુખ્ય નિર્માતા પી.કે. માનવી, મુખ્ય નિર્માતા અજય સંથી, સેક્રેટરી જી શ્રીનિવાસ, ઇનાડુ ડિરેક્ટર આઇ વેંકટ અને ગ્રુપ HR-પ્રમુખ ગોપાલ રાવે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.