EXCLUSIVE : બેઇજિંગમાં ભારતના પૂર્વ રાજદુત રહી ચૂકેલા અશોક.કે.કંથા સાથે ETV BHARATની ખાસ વાતચીત
ભારત અને ચીન વચ્ચે કેટલાક સમયથી તણાવ વધી રહ્યોં છે. તે વચ્ચે 15 જૂનના રોજ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ખીણમાં અથડામણ સર્જાઇ હતી. જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. આ સમગ્ર મામલે ETV BHARATના વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ બેઇજિંગમાં ભારતના ભૂતપુર્વ રાજદુત રહી ચૂકેલા અશોક.કે.કંથા સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ભૂતપુર્વ રાજદુતે જણાવ્યું હતું કે, ભારત અને ચીન જો આ વિવાદનું સમાધાન નહી કરે તો અથડામણો ચાલુ જ રહેશે. આ તકે તેઓએ નિવેદન આપતા વધુમાં જણાવ્યું કે, તમામ તથ્યોની ખાતરી કર્યા વિના વડાપ્રધાન મોદી અને પ્રમુખ શી માટે વાત કરવાનો સમય નહીં આવે.