ભારત-ચીન સીમા વિવાદનું સમાધાન ફક્ત વાતચીત: લેફ્ટનન્ટ જનરલ ડી એસ હુડ્ડા - ભારત ચીન યુદ્ધ
LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ ક્લેશમાં ભારતના 20 જવાનો શહિદ થયા છે, જ્યારે ચીનના 43 જવાનોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. આ વિષય પર ઇટીવી ભારતએ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત) ડી.એસ.હુડ્ડા સાથે વાતચીત કરી હતી. તેમને જણાવ્યું કે, 1975 પછી LAC પર પહેલીવાર કોઇ સૈનિક શહિદ થયો છે. તેમને કહ્યું કે, બન્ને દેશો વચ્ચે પ્રોટોકોલ હોય છે. બન્ને દેશોના સૈનિકો વચ્ચે ક્લેશ થયો મતલબ સામાન્ય બાબત નથી. ફાયરિંગ નથી થયુ, પણ પ્રોટોકોલ તોડવામાં આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ છે કે સૈનિકો શહિદ થઇ રહ્યા છે. મને કોઇ સૈન્ય સમાધાન પણ જોવા નથી મળતુ. તેને ફક્ત કૂટનીતિક અને રાજનીતિક રીતે જ સમાધાન થઇ શકે છે. આ પરિસ્થિતિનુ સમાધાન ફક્ત બન્ને દેશો વચ્ચે વાતચીત દ્વારા જ થઇ શકે છે.