ગુજરાત

gujarat

ETV Bharat / videos

નિર્ભયા દુષ્કર્મ મામલે મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આપી પ્રતિક્રિયા

By

Published : Jan 7, 2020, 9:18 PM IST

નવી દિલ્હી: નિર્ભયા દુષ્કર્મ મામલે પટિયાલા હાઉસ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આદેશ જાહેર કરતા કહ્યું કે, 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે ચારેય આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. ત્યારે સમગ્ર મામલે દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, 7 વર્ષના લાંબા સમયગાળા બાદ ન્યાય મળ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, એક લાંબા આંદોલનની જીત થઈ છે. લાખો લોકો નિર્ભયાને ન્યાય અપાવવા રસ્તા પર ઉતર્યા હતા આજે તે બધા જ લોકોની જીત થઈ છે. એક નહીં પરંતુ કેટલીયે નિર્ભયાઓને આજે ન્યાય મળ્યો છે. સાથે જ તેમની માં ને સલામ કરવી જોઈએ. જેમણે 7 વર્ષ જેટલી રાહ જોઈ અને આજે તેમની એ જ રાહની જીત થઈ છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે, આ સજાને કારણે તે બધા જ આરોપીઓના મનમાં ડર ઉત્પન્ન થશે જે આવા જઘન્ય અપરાધ કરતા પહેલા ડરતા નથી.

ABOUT THE AUTHOR

...view details