ઉત્તરકાશીમાં આકાશમાંથી આફત વરસી, લોકોને યાદ આવી ગઇ 2013ની ભયાનક તસવીરો - વરસાદના સમાચાર
દહેરાદૂન (ઉત્તરાખંડ) : ઉત્તરકાશી જિલ્લાના માંડો ગામમાં વાદળ ફાટવાના કારણે ત્રણ લોકોનાં મોત થયા છે અને ચાર લોકો ગુમ થયાની ખબર છે. આ વખતે પાણી અને કાટમાળના ભરાઈ જવાને કારણે અનેક લોકોના જીવન અટકી ગયા હતા. જ્યાં-ત્યાં પણી ભરાઇ જતાં અને તૂટતા પર્વતો પમ લોકોનેે ડરાવી રહ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર જગદંબા પ્રસાદે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. ઉત્તરકાશીમાં રવિવારે રાત્રે આવેલા પૂર પછી ગ્રામજનો ભયભીત થયેલા છે. તે ફરી એકવાર 2013ની આફતની ક્ષણોને યાદ કરી રહ્યા છે.