જસ્ટિસ બોબડે ક્રિકેટ રમ્યા, Etv Bharat સાથે કરી ખાસ વાતચીત - મુખ્ય ન્યાયધિશ શરદ અરવિંદ બોબડે
નાગપુરઃ વિદર્ભ ક્રિકેટ એસોસિએશન દ્વારા દેશના મુખ્ય ન્યાયધિશ શરદ અરવિંદ બોબડેને ક્રિકેટ રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નાગપુરના સ્થાનિક જજોએ અને વકિલોએ બોબડેને આમંત્રણ આપતાં તેઓ મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. નાગપુર જસ્ટિસ બોબડેનું વતન છે. આ તકે ઈટીવી ભારતે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી.ચીફ જસ્ટિસ અરવિંદ બોબડે મહારાષ્ટ્રના નાગપુરના વતની છે. જયાંના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં અરવિંદ બોબડે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા.આ તકે ઈટીવી ભારતે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જન્મભુમિ પર આવવાની મજા જ અલગ હોય છે. આ સાથે નાગપુર સાથે જોડાયેલી યાદો શેર કરી હતી.