ગાઝિયાબાદમાં શ્વાનને માર મારવાનો કેસ દાખલ - સિહાની ગેટ પોલીસ સ્ટેશન
ગાઝિયાબાદ: રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં કૂતરાને મારવાની ઘટના સામે આવી છે. મામલો ગાઝિયાબાદના સિહાનીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના નંદગ્રામનો છે. આ આક્ષેપ કરવામાં આવે છે કે, નંદગ્રામ વિસ્તારમાં ગુંડાઓએ દારૂ પીને કૂતરાને લાકડી વડે માર માર્યો હતો, ત્યાર બાદ કૂતરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો નોધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પશુઓના હિત માટે લડતી સંસ્થા પીપલ્સ ફોર એનિમલ (પીએફએ) આ મામલે સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, ત્યાર બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બંને આરોપીઓ સામે ગુનો નોધાયો છે. પોલીસનું કહેવું છે કે, આ કેસમાં તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે જે પણ કાર્યવાહી સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.