Paralympicsમાં સિલ્વર જીતનારી ભાવિનાએ કહ્યું, મેડલ સમગ્ર દેશવાસીઓને સમર્પિત - ટેબલ ટેનિસ
ભાવિના પટેલે ટોક્યોમાં પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભાવિનાની આ જીત પર દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભાવિનાએ કહ્યું કે, તે પોતાનું 100 ટકા પ્રદર્શન આપી શકી નથી, તેના માટે સંતુષ્ટ નથી, થોડું દુખ પણ છે, પરંતુ આ કમીને હું આગામી ટૂર્નામેન્ટમાં પુરી કરવાના પ્રયત્ન કરીશ. તેમણે કહ્યું કે, પેરાલિમ્પિક્સમાં પ્રથમ વખત કોઈ છોકરીએ ટેબલ ટેનિસમાં ઈતિહાસ રચ્યો છે, તેથી હું ખૂબ ખુશ છું. હું અહીં સુધી પહોંચી છું તેમાં ઘણા લોકોનો સપોર્ટ છે, હું તે બધાની આભારી છું. કોચે મને સખત મહેનત કરાવી છે એ માટે હું તેમનો ખાસ આભાર માનું છું. મારો મેડલ તમામ દેશવાસીઓને સમર્પિત છે.
Last Updated : Aug 29, 2021, 2:07 PM IST