PSCIએ દૈનિક સમાચાર પત્ર 'ઈનાડૂ'ને આપ્યો ચાણક્ય એવોર્ડ - ઈનાડૂ
કર્ણાટકઃ ઈનાડૂ અખબારને ચાણક્ય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ઈનાડુ અખબારને બેંગલુરુમાં આયોજિત એક એવોર્ડ સમારોહમાં પ્રિન્ટ મીડિયા ઓધ ધ યર એનાયત કરાયો હતો. આ અખબારના સંપાદક(આંધ્રપ્રદેશ) એમ નાગેશ્વરા રાવે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન PSCI નામની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. ઈનાડુ અખબાર એ રામોજી ગૃપ સંચાલિત એક અખબાર છે. રામોજી ગૃપ સંચાલિત ઈટીવી ભારતને થોડા દિવસો અગાઉ સાઉથ એશિયન ડિજિટલ મીડિયા કોન્ફરન્સમાં બેસ્ટ સ્ટાર્ટ-અપનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ ઈટીવી ભારતને બેસ્ટ ડિજિટલ ન્યૂઝ સ્ટાર્ટ-અપ કેટેગરીમાં એનાયત કરવામાં આવ્યો હતો.