કેજરીવાલે 'ટુકડે ટુકડે' ગેંગની ફાઇલ દબાવી દીધી છે: અમિત શાહ
નવી દિલ્હી: 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. રાજકીય પાર્ટીઓનો પ્રચાર જોશશોરથી ચાલી રહ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે દિલ્હીના રાજિંદર નગરમાં જનસભાને સંબોધિત કરી હતી. અમિત શાહે કહ્યું કે, ટુકડે ટુકડે ગેંગનો સાથ આપનાર લોકોને સબક શીખવાડીશું. શાહે કહ્યું કે, કેજરીવાલે 'ટુકડે ટુકડે' ગેંગની ફાઇલ દબાવી દીધી છે.