જમ્મુ કાશ્મીર: શોપિયામાં NSA અજીત ડોભાલે સ્થાનિકો સાથે ભોજન લીધું
શ્રીનગરઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરના શોપિયાની મુલાકાતે છે. કેન્દ્ર સરકારના જમ્મુ-કાશ્મીરની કલમ 370 હટાવવાના નિર્ણય બાદ અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા બાદ અજીત ડોભાલ મંગળવારે શ્રીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત તેમણે સ્થાનિકો સાથે ભોજન પણ લીધું હતું. અજીત ડોભાલે અલગ-અલગ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાનું ગઠન કર્યું હતું અને તેમણે સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા-વિચારણા પણ કરી હતી.