ગુજરાત

gujarat

ETV Bharat / videos

5 paise briyani: મદુરાઈની હોટલની પ્રારંભિક ઓફરે ટોળાંના ટોળાં ઉમટ્યાં - chicken briyani

By

Published : Jul 23, 2021, 8:29 AM IST

Updated : Jul 23, 2021, 10:02 AM IST

મદુરાઈના સેલ્લુરમાં એક નવી હોટલની ઓફરે જબરી ધમાલ મચાવી હતી. આ હોટલે તેની પ્રારંભિક ઓફરમાં પાંચ પૈસામાં બીરયાની ( Briyani ) આપવાનું કહ્યું હતું. આમ તો પાંચિયું ક્યારનુંય અમાન્ય થઈ ગયું છે, પણ આ હોટલના માલિકનો દાવ જબરો કામે લાગી ગયો. કેમકે જોતજોતાંમાં 500 લોકોથી વધુની ભીડ હોટલ પર ઉમટી પડી.ને લાઇન લાંબીને લાંબી થતી ગઈ. ભાઈ, પાંચ પૈસામાં ચિકન બીરયાની મળતી હોય તો લોકો શું કામ ઘરમાં બેઠાં રહે? પાંચ પૈસામાં બીરયાની મેળવવા માટે લોકોનો ધસારો થયો.બસ, કોરોનાના નિયમો કોઇને કંઇ યાદ ન રહ્યાં અને સાચે જ પાંચ પૈસા લઇને લોકો આવી ચડતાં ભારે ભીડ જામી. 500 લોકોથી વધુની ભીડ અનિયંત્રિત થતાં ટ્રાફિક જામ પણ થયો.હોટલના સંચાલકો પણ સમજી ગયાં કે વાત હાથમાંથી ગઈ છે અને હોટલનું શટર પાડવાનો પ્રયત્ન કર્યો. જકે લોકો તેમ કરવા દેવા ઇચ્છતાં નહોતાં. છેવટે પોલીસ આવી અને ભીડને કંટ્રોલ કરી હતી.પણ સેલ્લુરમાં હોટલની પાંચ પૈસાની બીરયાની ટોક ઓફ ધ ટાઉન બની ગઈ.
Last Updated : Jul 23, 2021, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details