AMC Online Tax Problem: AMCના પોર્ટલમાં સર્જાઈ ટેકનિકલ ખામી, કરદાતાની ઈમાનદારીથી સામે આવ્યો મામલો - AMC Online Tax Problem
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં મોટો છબરડો સામે (AMC Online Tax Problem) આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. રેવન્યુ કમિટીના ચેરમેને મ્યુનિસિપલ કમિશનરને આ અંગે (Revenue Committee informs Municipal Commissioner) જાણ કરી હતી. ઓનલાઈન સિસ્ટમની ટેક્નિકલ ખામીના કારણે કંપનીએ 12 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ઓનલાઈન ભર્યા પછી પણ તેના એકાઉન્ટમાં પૂરેપૂરી રકમ પરત આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC Online Tax Problem) તો આ સમગ્ર મામલે અજાણ હતું, પરંતુ કરદાતાની ઈમાનદારીથી આ ભૂલ સામે આવી હતી. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનને આ સમગ્ર છબરડા અંગે જાણ થઈ હતી. એટલે કે ઓનલાઈન સિસ્ટમમમાં રિફન્ડ મળ્યા પછી કરદાતા ટેક્સ ભરી શકતા નથી. આ ટેકનિકલ ખામીના કારણે (Technical Problem in AMC portal) કોર્પોરેશનને લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ અગાઉ કેટલા કરદાતાને આ પ્રકારે રિફન્ડ મળ્યું છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ ઓનલાઈન ભરાયેલા ટેક્સ અને ખાતામાં જમા થયેલી રકમને પણ ટેલી કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST