હૈદરાબાદ:વિશ્વ પ્રાથમિક સારવાર દિવસની શરુઆત, ઈ.સ 2000 માં ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડ ક્રોસ એન્ડ રેડ ક્રેસન્ટ સોસાયટીઝ (IFRC) દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી, વિશ્વ ફર્સ્ટ એઇડ ડે દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ રોજિંદા જીવનમાં કટોકટીની પરિસ્થિતિઓમાં લોકોને પ્રાથમિક સારવાર દ્વારા કેવી રીતે મદદ કરવી તે અંગે લોકોને જાગૃત કરવાનો છે.
આ વખતે વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે 2023 ની થીમઃ દર વર્ષે આ પ્રસંગે લોકોને પ્રાથમિક સારવારના ફાયદા, પ્રાથમિક સારવારની જરૂરિયાત અને પ્રાથમિક સારવારની કીટ ઘરે રાખવા વિશે જાગૃત કરવામાં આવે છે. આ વખતે વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડે 2023 ની થીમઃ "ડિજીટલ વિશ્વમાં પ્રથમ સહાય" છે.
પ્રાથમિક સારવાર શા માટે જરૂરી છે :બાળકોને શાળાઓમાં પ્રાથમિક સારવાર વિશે શીખવવામાં આવે છે, પરંતુ સમય જતાં લોકો સ્વાસ્થ્ય માટે આ મહત્વપૂર્ણ બાબતો ભૂલી જાય છે. પરંતુ તેના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, જેથી અકસ્માતના કિસ્સામાં પ્રાથમિક સારવાર દ્વારા ઘાયલ વ્યક્તિનો જીવ બચાવી શકાય. આવી પરિસ્થિતિઓમાં દરેક માટે પ્રાથમિક સારવાર જાણવી ખૂબ જ જરૂરી છે.
પ્રાથમિક સારવાર શું છે : પ્રાથમિક સારવાર શું છે અને તમારે પ્રાથમિક સારવાર માટે શું જરૂરી છે તે સમજવું અગત્યનું છે. જેથી તમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકો. પ્રાથમિક સારવાર એ બીમાર અને ઇજાગ્રસ્ત વ્યક્તિને તબીબી સારવાર મળે તે પહેલાં આપવામાં આવતી સારવાર છે. આ માટે તમારે તમારા ફર્સ્ટ એઇડ બોક્સમાં કેટલીક વસ્તુઓ હોવી જોઈએ. જેમ કે તમારી પાસે ઘા સાફ કરવા માટે ડેટોલ હોવું જોઈએ. તમારા ડબ્બામાં કપાસ અને પટ્ટીઓ પણ રાખવી જોઈએ. કાતર, તબીબી રીતે સાબિત ક્રીમ, હેન્ડ સેનિટાઈઝર, પેઈન રિલીવર્સ પણ ઉપલબ્ધ હોવા જોઈએ. હૃદયરોગનો હુમલો કે સ્ટ્રોકના કિસ્સામાં દર્દીના લોહીને પાતળું કરવા એસ્પિરિનની ગોળીઓ અને થર્મોમીટર વગેરે. પણ હોવું જોઈએ આ સિવાય તમારી પાસે હોસ્પિટલનો ઈમરજન્સી ફોન નંબર પણ હોવો જોઈએ.
પ્રાથમિક સારવાર ક્યારે આપવામાં આવે છે?:ઘણીવાર ઇજાગ્રસ્ત વ્યક્તિનું સમયસર પ્રાથમિક સારવારના અભાવે અકસ્માતમાં મૃત્યુ થાય છે. આ માટે, પ્રાથમિક સારવારના ભાગ રૂપે, ઘાયલ વ્યક્તિના ઘાને સાફ કરવામાં આવે છે અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યાં સુધી રક્તસ્રાવ અટકાવવા માટે પાટો બાંધવામાં આવે છે. તે જ સમયે, હૃદય સંબંધિત સમસ્યા અથવા અન્ય કોઈ સમસ્યા જેવી કે પીડા વગેરેના કિસ્સામાં હોસ્પિટલમાં પહોંચતા પહેલા જે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે તેને પ્રાથમિક સારવાર કહેવામાં આવે છે.
પ્રાથમિક સારવારના ઉદ્દેશ્યો:
- ઘાયલ વ્યક્તિનો જીવ બચાવો.
- ઘાયલ વ્યક્તિને ખરાબ પરિસ્થિતિમાંથી બહાર કાઢવો.
- આરોગ્ય સુધારણાને પ્રોત્સાહન આપવું.
આ પણ વાંચોઃ
- National Nutrition Week: સ્વસ્થ રહેવા માટે યોગ્ય પોષણ જરૂરી છે, સ્વસ્થ રહેવા માટે શું ધ્યાન રાખશો, જાણો
- Exercise For healthy Life: તંદુરસ્ત જીવન માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ વ્યાયામ જરૂરી છે: અભ્યાસ