ન્યૂઝ ડેસ્ક : 62 વર્ષની મહિલા પ્રતિમા (નામ બદલ્યું છે)ને ત્રણ મહિના સુધી જમણા સ્તનમાં ગાંઠ જોવા મળી હતી. ત્રણ વાર એસેસમેન્ટ કર્યા બાદ તેને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.
બ્રેસ્ટ કેન્સર શું છે અને તે ક્યાં થાય છે?
સ્તનના કોષો નળિકાઓ અને લોબ્યુલ્સના બનેલાં હોય છે. જ્યારે સ્તનનો એક કોષ છૂટો પડીને અસામાન્ય રીતે વધવા લાગે છે, ત્યારે કેન્સર થાય છે.
બ્રેસ્ટ કેન્સરના વિવિધ પ્રકારો છે– તે કેરસિનોમા તરીકે પણ ઓળખાય છે. વ્યાપક રીતે જોઈએ તો, નળીકામાંથી જન્મતાં કેન્સરને ડકટલ કેરસિનોમા કહેવાય છે (આ મોટા ભાગે જોવા મળતું સ્વરૂપ છે) અને લોબ્યુલમાથી જન્મતાં કેન્સરને લોબ્યુલર કેરસિનોમા કહે છે.
ડોકટરો સચોટ નિદાન કરે તે જરૂરી છે, જેથી તેઓ વ્યક્તિની સૌથી ઉચિત સારવારનું આયોજન કરી શકે.
કેન્સરના સ્ટેજ અને ગ્રેડ વચ્ચે શો ફરક છે?
બ્રેસ્ટ કેન્સરનું નિદાન થાય એટલે એનો આપોઆપ એવો અર્થ નથી થતો કે એ ફેલાઈ ગયું છે અથવા ફેલાઈ જશે; ફક્ત એટલો અર્થ થાય કે એના ફેલાવાની સંભાવના છે. કેન્સરના પ્રસરણ એટલે કે ફેલાવાની શક્યતાને ગ્રેડ તરીકે ઓળખાવાય છે. બ્રેસ્ટ કેન્સરને ગ્રેડ ૧, ૨ કે ૩તરીકે ગ્રેડ અપાય છે. સામાન્ય રીતે નીચલા સ્તર- ગ્રેડ (ગ્રેડ૧) દર્શાવે છે કે કેન્સર ધીમે ધીમે પ્રસરી રહ્યું છે, જ્યારે ઊંચો ગ્રેડકેન્સર ઝડપથી વધી રહ્યું હોવાનું દર્શાવે છે.
કેન્સરના ફેલાવાની હદ બીમારીના સ્ટેજ તરીકે ઓળખાય છે.
- સ્ટેજ ૧ બે સેન્ટીમીટરથી નાની ગાંઠ. ફેલાવો નથી હોતો
- સ્ટેજ ૨ બેથી પાંચસેન્ટીમીટરની ગાંઠ સાથે અથવા લસિકા ગાંઠ– લિંફનોડ વિના. શરીરના અન્ય કોઈ ભાગમાં ફેલાવો નથી હોતો.
- સ્ટેજ ૩ પાંચ સેન્ટીમીટરથી મોટી ગાંઠ અથવા કોઈ પણ કદની ગાંઠ હોય, પરંતુ તે છાતીની દીવાલ, સ્નાયુ કે ત્વચા સાથે જોડાયેલી હોય
- સ્ટેજ ૪ કોઈ પણ કદની ગાંઠ, લીંફનોડ સામેલ હોય અથવા ના પણ હોય, પરંતુ કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલું હોય
(સ્રોત: ઇન્ટરનેશનલ યુનિયન અગેઇનસ્ટ કેન્સર – UICC)
બ્રેસ્ટ કેન્સરની સારવારનું ધ્યેય શું હોય છે?
- સ્તનમાંથી કેન્સરગ્રસ્ત હિસ્સો કાઢી નાખવો અને બગલમાં કોઈ અસરગ્રસ્ત લીમ્ફનોડ હોય તો તે પણ દૂર કરવી.
- કેન્સરવાળો પ્રત્યેક કોષ, જેના દ્વારા બ્રેસ્ટમાંથી કેન્સર ફેલાવાની શક્યતા હોય, તેનો બ્લડ સ્ટીમ અથવા લિંફેટિક સિસ્ટમ વડે નાશ કરવો.
- બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે?