- સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ઠંડાઇ
- ઠંડાઇમાં ભરપૂર પ્રમાણમાં સુકા મેવા ઉમેરવામાં આવે છે
- પ્રમાણસર ઠંડાઇ પીવાથી સ્વાસ્થ્યને થાય થે ફાયદો
ન્યૂઝ ડેસ્ક: ઠંડાઇ એક એવો પીણું છે કે જે પોષક તત્વોથી ભરપૂર છે. જાણકારોનું માનવું છે કે ચોક્કસ માત્રામાં લેવામાં આવેલી ઠંડાઇ શરીરને પોષણ તો આપે છે અનેક સમસ્યાઓથી બચાવે પણ છે. ગરમીઓમાં ઠંડક આપનારી ઠંડાઇ કેવી રીતે શરીરને ફાયદો કરે છે અને કેટલી માત્રામાં લેવાથી નુકસાનકારક બની શકે છે તે અંગે ETV BHARATની સુખીભવની ટીમે સનશાઇન હોમિયોપેથિક ક્લિનિક મુંબઇ ડૉક્ટર કૃતિ એસ. ધીરવાણી સાથે વાત કરી હતી
ઠંડાઇમાં વપરાતી સામગ્રીના અને તેના ફાયદા
ઠંડાઇ અંગે વાત કરતાં ડૉક્ટર કૃતિએ જણાવ્યું હતું કે ઠંડાને સ્વાસ્થ્યકારક બનાવવા માટે તેમાં ભરપૂર પ્રમાણમાં સુકા મેવા ઉમેરવામાં આવે છે. જેનો આ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે.
બદામ: બદામમાં વિટામીન ઇ તથા એન્ટિઑસ્કિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
કાજૂ: પ્રોટીન અને એન્ટિઑસ્કિડેન્ટથી ભરપૂર કાજૂ શરીરને તરત ઉર્જા આપે છે. કાજૂમાં કૉપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝ ભરપૂર માત્રામાં હોય છે.
કાળા મરી:કાળા મરી મસાલાના રાજા કહેવાય છે.આ કોઇ પણ ખાદ્યપદાર્થોનો સ્વાદતો વધારે જ છે સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે. તેમાં મુખ્ય તત્વ પૈપરીન એન્ટિઑસ્કિડેન્ટ સૌથી વધારે હોય છે. જે શરીરને રોગથી બચાવે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ ઉપરાંત આંતરડાનું સ્વાસ્થ્ય વધારે છે. પૈપરીનમાં મેંગેનીઝ, ઝીંક, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન એ મોટા પ્રમાણમાં મળે છે.
કિશમીશ: સ્વાદમાં મીઠી અને નાની નાની કિશમીશમાં ફાઇબર, વિટામીન અને મિનરલ્સ હોય છે. તે શરીરમાં આયર્નનું પ્રમાણ નિયંત્રિત કરે છે અને હાડકાઓને મજબૂત બનાવે છે. કિશમીશ પાચનતંત્રને પણ સારું રાખે છે.
વધુ વાંચો:શું હેર સપ્લીમેન્ટ ખરેખર કામ કરે છે ?