- કોવિડની રસી અંગે મહત્વપૂર્ણ સંશોધન
- અમેરિકાના 6 રાજ્યોમાં કરાયો અભ્યાસ
- બે અઠવાડીયામાં શરીરમાં બને છે એન્ટીબૉડી
ન્યૂઝ ડેસ્ક: ફાઇઝર બાયોએનટેક અને મૉડર્નાની કૉવિડ-19 વેક્સીન વાસ્તવિક સ્થિતિમાં સંક્રમણને રોકવાની દિશામાં વધારે પ્રભાવી છે. યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)એ પોતાના એક સંશોધનમાં આ અંગેનો ખુલાસો કર્યો છે.સીડીસીએ સોમવારે કહ્યું છે કે પરિણામોથી સામે આવ્યું છે કે રસીનો બીજો ડોઝ લીધા પછી 2થી વધારે અઠવાડીયા સુધીમાં સંક્રમણ થવાનો ખતરો 90 ટકા સુધી ઘટી જાય છે.
4,000 લોકો પર સંશોધન કરાયું
રસીનો પહેલો ડોઝ લીધા બાદ વ્યક્તિમાં બેથી વધારે અઠવાડિયા સુધી સોર્સ-કોવ-2નું સંક્રમણનો ખતરો 80 ટકા સુધી ઓછો થઇ જાય છે. અમેરિકાના 6 રાજ્યોમાં 4,000 લોકો પર થયેલા સંશોધન કરવામાં આવ્યું આ સંશોધનમાં 14 ડિસેમ્બર 2020થી 13 માર્ચ, 2021 સુધીના 13 અઠવાડીયાઓમાં સાર્સ-કોવ-2 સંક્રમણને રોકવા માટે ફાઇઝર-બાયોટેક અને મૉડર્ના એમઆરએનએ વેક્સિનના પ્રભાવ પર સંશોધન કરવામાં આવ્યું.