ન્યૂઝ ડેસ્કઃ કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Cases in India) કારણે દેશવાસીઓના માથે ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે, પરંતુ સૌથી વધુ ચિંતાની વાત એ છે કે, વધુને વધુ લોકો તેને અવગણી રહ્યા છે, જેનું પરિણામ એ છે કે, વ્યક્તિગત રીતે મોટી સંખ્યામાં લોકો સુરક્ષા ધોરણોનું યોગ્ય રીતે પાલન નથી (Carelessness can lead to severe Circumstances of Omicron) કરી રહ્યા.
WHOએ ઓમિક્રોનને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તરફથી ચિંતાજનક એટલે કે વેરિયન્ટ ઓફ કન્સર્ન (Omicron variant of concern) જાહેર કરાયેલા ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા આપણા દેશમાં પણ હવે સતત વધી રહી છે. WHOના (WHO on Omicron Variant) મતે, ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીનમાં 30થી વધુ પ્રકારના મ્યુટેશન જોવા મળ્યા છે, જે કોરોનાના પહેલાના કોઈ પણ સ્ટ્રેઈનમાં નહતા. એટલું જ નહીં, ઓમિક્રોનના ફેલાવવાની ઝડપ કોરોનાના અન્ય વેરિયન્ટની સરખામણીમાં ઘણી વધુ છે.
આ સંક્રમણ અંગે એક ચિંતાજનક પહેલ એ પણ છે કે, લોકોમાં હજી પણ આ નવા વેરિયન્ટ અંગે જાણકારીનો અભાવ (Lack of information about Omicron in people) છે. શું ઓમિક્રોન જીવલેણ છે? શું તેના લક્ષણ કોરોનાના બીજા વેરિયન્ટથી અલગ છે? શું આની સારવાર અલગ રીતે થાય છે? તથા આની અસર કેટલી ગંભીર જોવા મળી શકે છે? જેવા ઘણા પ્રશ્નો છે, જેને સામાન્ય લોકોમાં અફવા ફેલાયેલી (Rumors about Omicron) છે. લોકોના આવા જ પ્રશ્નોના જવાબ જાણવા માટે ETV Bharatની સુખી ભવઃની ટીમે બેંગ્લોરના જનરલ ફિઝિશિયન ડો. જી. સી. ચૌરે સાથે વાતચીત કરી હતી.
અલગ નથી તપાસની રીત
ઓમિક્રોન અંગે જાણકારી આપતા ડો. ચૌરેએ જણાવ્યું હતું કે, કોરોનાના આ નવા વેરિયન્ટ (Omicron Cases in India)ની તપાસ અને સારવારની રીત કોરોનાના ડેલ્ટા તથા અન્ય વેરિયન્ટથી અલગ નથી. ઓમિક્રોનની ટેસ્ટિંગ માટે પહેલા વ્યક્તિનો RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ માટે સંભવિત સંક્રમિત વ્યક્તિનું સેમ્પલ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવે છે. આ જ રીતે સંક્રમણથી પીડાતા લોકોની સારવાર પણ કોરોના પ્રોટોકોલ (WHO Protocol on Omicron) અંતર્ગત જ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાના તમામ વેરિયન્ટની સારવારનો પ્રોટોકોલ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO Protocol on Omicron) તરફથી નક્કી કરવામાં આવ્યા છે.
કેટલા અલગ છે લક્ષણ?