હૈદરાબાદ: ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના દરેક ભાગમાં આ તહેવારનો આનંદ જોવા મળે છે. ગણેશ ચતુર્થીની તારીખ ચંદ્ર અને પુષ્ય નક્ષત્રના સંયોગ દ્વારા નક્કી કરવામાં આવે છે. આમ તો ગણેશ ચતુર્થીની શરુઆત 19 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, ગણેશજીને લાડુ ખૂબ જ પ્રિય છે. લાડુ વિના પૂજા થાળી અધૂરી માનવામાં આવે છે. તમે ઘરે સરળતાથી ઘણા પ્રકારના લાડુ બનાવી શકો છો. જાણો સરળ વાનગીઓ.
- બેસનના લાડુ
સામગ્રી:3 કપ ચણાનો લોટ, 3-4 ચમચી ઘી, 1 ચમચી એલચી પાવડર, ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ, અડધો કપ દળેલી ખાંડ.
રેસીપી: એક પેનમાં ઘી ગરમ કરો અને બેસનને સારી રીતે તળી લો. હવે તેને ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે ખાંડ પાવડર અને એલચી પાવડર મિક્સ કરો. આ મિશ્રણમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને લાડુ બનાવો.
- મખાનાના લાડુ
સામગ્રી: અડધો કપ ગોળ, 4-5 ચમચી ઘી, ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ્સ, 1 વાડકી મચના, 1 ચમચી તલ.