આગરા: કોરોનાના કારણે તબાહી હજુ અટકી નથી. તેવી જ રીતે જેઓ કોવિડની પકડમાં આવ્યા હતા તેમને ગંભીર સ્થિતિમાં ICUમાં દાખલ કરવા પડ્યા હતા. કોવિડમાં લાંબા સમયથી બ્લડ થિનર લેનારા દર્દીઓમાં નુકસાન સામે આવી રહ્યું છે. હવે આવા દર્દીઓનું લોહી જાડું થઈ રહ્યું છે. જેના કારણે આવા લોકોને બ્રેઈન સ્ટ્રોક (Brain stroke increased after Kovid) થઈ રહ્યો છે. આગરાની એક હોટલમાં આયોજિત નેશનલ કોન્ફરન્સમાં આવેલા દિલ્હી AIIMSના ન્યુરો સર્જરી વિભાગના ભૂતપૂર્વ HOD પ્રોફેસર વીર અર્જુનમહેતાએ ETV ભારત સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, કોવિડથી પ્રભાવિત અને ગંભીર હતા તેવા દર્દીઓમાં હવે બ્રેઈન સ્ટ્રોક (Brain stroke)નું પ્રમાણ વધ્યું છે. આના અનેક કારણો છે.
બ્રેઈન હેમરેજના કેસમાં વધારો: પ્રોફેસર વીર અર્જુન મહેતા કહે છે કે, ''કોવિડના એક વર્ષ પછી લોકોને ફેફસાની સમસ્યા અથવા અન્ય ઘણી સમસ્યાઓ થઈ રહી છે. તેનું કારણ પણ ખૂબ મહત્વનું છે. જેઓ કોવિડના દર્દી છે તેમનામાં બ્લડ કોગ્યુલેશન વધી ગયું છે. જેના કારણે બ્રેઈન સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજના કેસ વધ્યા છે. કારણ કે, કોવિડ દરમિયાન તમામ દર્દીઓને લોહી પાતળું કરવાની દવાઓ આપવામાં આવી હતી. હવે તે દવાઓના ગેરફાયદા સામે આવી રહ્યા છે. જેના કારણે બ્રેઈન સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજના કેસમાં વધારો થયો છે.''