- ભાવનાત્મક સ્વાસ્થ્ય બહેતર જીવન માટે જરુરી
- ભાવનાત્મક સ્વસ્થતા પ્રદાન કરે શાંતિપૂર્ણ જીવન
- ETV Bharat Sukhibhav સાથે જાણો બહેતર જીવનની ગુરુચાવીઓ
ન્યૂયોર્ક શહેરની ટૌરો કૉલેજમાં વર્તણૂકીય ઉપચાર (ઓસ્ટીઓપેથિક મેડિસિન)માં સહાયક પ્રોફેસર (PHD) અને ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ. જેફ ગાર્ડેરે ભાવનાત્મક સ્વાસ્થ્યથી સંબંધિત એક રીપોર્ટમાં જણાવે છે કે ભાવનાત્મક સ્વાસ્થ્યની કાળજી રાખવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તમારા ભૌતિક શરીરની કાળજી રાખવી. જો તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય અસંતુલિત છે તો તમનેે હાઈ બ્લડપ્રેશર, અલ્સર, છાતીમાં દુખાવો અથવા અન્ય ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યારે તમે તમારા વિશે સારું એટલે કે ભાવનાત્મક રીતે સ્વસ્થતા અનુભવી રહ્યાં છો તો જીવનના નાનામોટા ઉતારચઢાવનો સારી રીતે સામનો કરી શકો છો.
સારા ભાવનાત્મક સ્વાસ્થ્યની જરૂરિયાતને લઇને ETV ભારત સુખીભવને વધારે જાણકારી આપતા રીલેશનશિપ કાઉન્સિલર અને મનોવૈજ્ઞાનિક ડૉ. રચના સેઠી જણાવે છે કે ભાવનાત્મક સ્વાસ્થ્ય વ્યક્તિની માનસિક સ્થિતિ, તેના વિચાર, ભાવનાઓ તથા વ્યવહારથી જોડાયેલું હોય છે. જે રીતે શારીરિક અને માનસિક અસ્વસ્થતા વ્યક્તિ સામે સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલીઓ પેદા કરે છે. એ જ રીતે વ્યક્તિનું ભાવનાત્મક સ્વાસ્થ્ય ન ફક્ત વ્યક્તિના વિચાર અને તેની મનોદશા પરંતુ તેના જીવનની ગુણવત્તાને પણ પ્રભાવિત કરે છે. આ કારણે ઘણું જરૂરી છે કે ભાવનાત્મક સ્વાસ્થ્યને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવે. ડૉ. રચનાની સાથે વાતચીતના આધાર પર અમે વાચકો સાથે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યાં છીએ, જેને અપનાવીને ન ફક્ત તમે ભાવનાત્મક સ્વાસ્થ્યને વધારે સારું, પરંતુ સુખદ બનાવી શકો છો.
દોસ્ત બનાવો અને તેમની સાથે સમય પસાર કરો
આપણાં દોસ્ત આપણાં માટે એ સ્તંભ જેવા હોય છે જેઓ દરેક પરિસ્થિતિમાં આપણને સ્નેહ, ટેકો અને સાથ આપે છે. આ કારણે ઘણું જરૂરી છે કે આપણી પાસે મિત્રો અને પરિવારનું એક સપોર્ટ ગ્રુપ હોય. જેમની પાસેથી જરૂર પડ્યે પોતાની સમસ્યાઓ, મનની પીડા, પોતાની ખુશી અને દુ:ખ વહેંચી શકીએ અને અનુભવી શકીએ કે આપણે એકલાં નથી.
અકારણ ડર દૂર કરો
આપણાં ભાવનાત્મક સ્વાસ્થ્યને અનિશ્ચિતતા, ભવિષ્યની ચિંતા અને કંઇક ખરાબ થવાનો ડર ઘણો જ પ્રભાવિત કરે છે. આ કારણે ઘણું જરૂરી છે કે પોતાના ડરને ઓળખો અને તેને દૂર કરવાનો દરેક શક્ય પ્રયત્ન કરો.
નિયમિત કસરત શરીર, મન અને ભાવનાઓને સ્વસ્થ રાખશે
ભાવનાત્મક અસ્વસ્થતાની સૌથી વધારે અસર આપણાં મૂડ પર પડે છે. વર્તનમાં ચીડિયાપણું, ગુસ્સા પર નિયંત્રણનો અભાવ, કંઇ ન કરવાની ઇચ્છા જેવી ઘણી અસરો છે. જે શારીરિક, માનસિક અને ભાવનાત્મક અસ્વસ્થતાના પરિણામે આપણાં વર્તન પર જોવા મળે છે. આવામાં નિયમિત કસરત ઘણો ફાયદો કરી શકે છે. નિયમિત કસરતના પ્રભાવ સ્વરૂપે ન ફક્ત સ્વાસ્થ્ય સારું થાય છે, પરંતુ જીવનમાં શિસ્ત આવે છે, આવેગો અને લાગણીઓને નિયંત્રિત કરવાની ક્ષમતા વધારે છે અને તણાવ કાબૂ કરવામાં મદદ કરે છે.
મૂડને સુખદ બનાવવામાં સેક્સ પણ મદદરૂપ છે
સામાન્ય રીતે વિવિધ કારણોસર પુખ્ત વયના લોકોમાં ભાવનાત્મક ગરબડ વધુ જોવા મળે છે. આવી સ્થિતિમાં જીવનસાથી સાથે આત્મીયતા અથવા જાતીય સંબંધો તેમના ભાવનાત્મક સ્વાસ્થ્યને સુધારવામાં સક્ષમ છે. આનાથી ન ફક્ત તણાવ દૂર થાય છે, પરંતુ મન પણ પ્રસન્ન થાય છે અને આત્મવિશ્વાસ વધારે છે.
હૉબીને સમય આપો