બ્યૂટી પાર્લરમાં મેનીક્યોર કરાવવા માટે ગયેલી મહિલાને કડવો (Beauty parlor tips) અનુભવ થયો છે. જેમાં આ મહિલાની ડોક ડિસલોકેટ થઈ ગઈ હતી. શેમ્પુથી હેરવૉશ કરતી વખતે વધારે પડતા મુવને કારણે આવું થયું હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. જેમાં બ્યૂટીશને મહિલાને 50 મિનિટ સુધી ડોક નમાવેલી રાખવા કહ્યું હતું. થોડા સમય બાદ જ્યારે મહિલા ઘરે ગઈ ત્યારે એને એવો અહેસા થયો કે, કંઈક અનબેલેન્સ થયું છે. એની ડોક સ્મૂથલી ફરતી ન હતી અને પેટમાં ગડબડ (Health tips women) હોવાને કારણે ઊલ્ટી પણ થઈ હતી. યુદ્ધના ધોરણે મહિલાએ ગેસ્ટ્રોએટરોલોજીસ્ટનો સંપર્ક કર્યો તો કંઈક મોટી અને બીજી જ વાત સામે આવી હતી.
બ્યૂટીપાર્લરમાં હેરવૉશ કરાવતા હોવ તો ધ્યાન રાખજો, મુશ્કેલી ઊભી થઈ શકે - Health tips women
બ્યૂટી પાર્લરમાં મેનીક્યોર કરાવવા (Beauty parlor tips) માટે ગયેલી મહિલાને કડવો અનુભવ થયો છે. જેમાં આ મહિલાની ડોક ડિસલોકેટ થઈ ગઈ હતી. શેમ્પુથી હેરવૉશ કરતી વખતે વધારે પડતા મુવને કારણે આવું થયું હોવાનું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે. જેમાં બ્યૂટીશને મહિલાને 50 મિનિટ સુધી ડોક નમાવેલી રાખવા કહ્યું હતું.
રીપોર્ટ સામે આવ્યોઃપ્રાથમિક તપાસમાં તબીબે દુખાવામાંથી રાહત થાય એ માટેની દવા લખી આપી હતી. પણ બીજા દિવસે અલગ લક્ષણ જોવા મળ્યા હતા. મહિલાને ચાલવામાં, બોલવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. એટલું જ નહીં વજનમાં પણ ઝડપથી ફેરફાર નોંધાયા હતા. જ્યારે મહિલાએ એમઆરઆઈ સ્કેન કરાવ્યું એ સમયે તે ચોંકી ગઈ હતી. એ રીપોર્ટમાંથી જાણવા મળ્યું કે, જ્યારે એ માથું ધોવા માટે ડોક નમાવતી હતી એ સમયે કરોડરજ્જુ વાટે આવતી બ્લડવેઈન યોગ્ય રીતે બ્લડ ફ્લો કરતી ન હતી. જેના કારણ દિમાગ સુધી લોહી પહોંચતું ન હતું. જેના કારણ દિમાગમાં એક ગાંઠી ઊભી થઈ ગઈ હતી. પછી મહિલાને યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોની ટીમે એની સારવાર કરીને મહિલાનો જીવ બચાવી લીધો હતો.
તબીબોની સલાહઃરેગ્યુલર બ્યૂટી પાર્લરમાં જતી મહિલાઓને સલાહ આપતા તબીબો કહે છે કે, લાંબા સમય સુધી ડોક કે માથું 20 ડિગ્રીથી વધારે અંશ સુધી નમેલું રહે તો ગરદન પર લોડ વધી જાય છે. કેટલીકવાર તે બ્યુટી પાર્લરની આવી ટ્રિટમેન્ટ સ્ટ્રોક સિન્ડ્રોમ, નેક ક્રેક સ્ટ્રોક સિન્ડ્રોમ તરફ દોરી જાય છે અને જીવલેણ બની શકે છે. જો તમને બ્યુટી પાર્લર અથવા સલૂનમાં ગયા પછી કેટલાક ઉપરોક્ત લક્ષણોનો અનુભવ થાય, તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. પેટમાં ગડબડ, ઉલટી, ચક્કર, બોલવામાં મુશ્કેલી, ખોરાક ગળવામાં અસમર્થતા, પગ અને હાથોમાં નિષ્ક્રિયતા આવવી, અસ્પષ્ટ દ્રષ્ટિ અને બે સમાન વસ્તુ જોવી જેવી સમસ્યાઓને અવગણવી જોઈએ નહીં.--- ડૉ. સુધીર કુમાર, વરિષ્ઠ ન્યુરોલોજીસ્ટ, એપોલો હોસ્પિટલ હૈદરાબાદ