નવી દિલ્હી : છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં યુવાનોથી માંડીને આધેડ સુધીના લોકોને અચાનક હાર્ટ એટેકઆવવાના ઘણા ચોંકાવનારા વીડિયો (IANS cvoter National Mood tracker opinion poll on heart attack heart disease in youth) વાયરલ થયા છે. યુવાનોમાં હાર્ટ એટેક (heart attack in youth), કાર્ડિયાક અરેસ્ટ અને અન્ય હૃદય રોગ મોટી સંખ્યામાં યુવા ભારતીયોમાં ચિંતાનું મુખ્ય કારણ બની રહ્યા છે. કાર્ડિયોલોજિસ્ટ્સના અભિપ્રાય મુજબ, છેલ્લા એક દાયકામાં 20 અને 30 ના દાયકામાં હાર્ટ એટેકથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. IANS cvoter National Mood tracker સર્વે (IANS Survey) ના તારણો સૂચવે છે કે, ભારતીયોને તેમના પશ્ચિમી સમકક્ષો કરતાં 10 વર્ષ વહેલા હૃદયરોગ થાય છે. IHA ઇન્ડિયન હાર્ટ એસોસિએશનના તારણો મુજબ, અન્ય વસ્તી વિષયકની તુલનામાં ભારતીયોમાં હૃદય રોગ નાની ઉંમરે થાય છે.
કોવિડ 19 ની અસરો CVOTER નેશનલ મૂડ ટ્રેકરે IANS દ્વારા યુવા ભારતીયોમાં હૃદયરોગમાં અચાનક વધારો થવા અંગે લોકોના મંતવ્યો સમજવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધર્યો હતો. IANS cvoter નેશનલ મૂડ ટ્રેકર સર્વેમાં જાણવા મળ્યું છે કે, 31 ટકા ભારતીયોનો સૌથી મોટો હિસ્સો માને છે કે યુવાનોમાં હૃદયરોગનું મુખ્ય કારણ તણાવ છે. જ્યારે 25 ટકા ઉત્તરદાતાઓએ ખરાબ જીવનશૈલીને મુખ્ય કારણ ગણાવ્યું હતું અને તો 8 ટકા ઉત્તરદાતાઓએ કહ્યું કે, તે કોવિડ 19 ની આડઅસરો સાથે સંબંધિત છે.