ન્યુઝ ડેસ્ક : જો વ્યકિતનો મજબૂત ખભો શરીરને (Easy Shoulder Exercises) આકર્ષક બનાવા સાથે અન્ય તકલીફોથી પણ બચાવે છે. જો મહિલા હોય કે પૂરુષ જો તેના ખભા મજબૂત (Exercises to make shoulders strong) તથા તેના પોશચરમાં ખરાબી અને માંસપેશિયોમાં કમજોરીને કારણે તેઓ થાકેલા અને નિર્બળતા અનુભવે છે. આ સાથે તેણે ગર્દન, પીઠ તથા માથાનો દુખાવો પણ સહન કરવો પડે છે.
જોરાવર સિંહે આપી માહિતી
શરીરના તમામ સ્નાયુઓને સ્વસ્થ રાખવા માટે સારા અને પૌષ્ટિક આહારની સાથે નિયમિત વ્યાયામ પણ જરૂરી છે. ઈન્દોરના ફિટનેસ ઈન્સ્ટ્રક્ટર અને બોડી બિલ્ડર જોરાવર સિંહ જણાવે છે કે, સામાન્ય રીતે લોકો એવું વિચારધારા છે કે, માત્ર સ્પોર્ટ્સમેન કે જે લોકો મોડલિંગ અને બોડી બિલ્ડિંગ જેવા વ્યવસાયનો હિસ્સો છે, તેઓએ તેમના શારીરિક દેખાવ અને ખભાને વધુ મજબૂત કરવાની જરૂર હોય છે. ખરેખર તો વાસ્તવિકતા અલગ છે. શરીર તેમજ ખભાની મજબૂતી દરેક સ્ત્રી અને પુરુષ માટે જરૂરી છે. વધારે માહિતા આપતા તે જણાવે છે કે, જો તે આ વાત પર ધ્યાન આપશે નહી તો તેને સ્મસ્યાઓની અસર આખા શરીર પર થશે. મોટાભાગે ખભામાં દુખાવો કે અન્ય સમસ્યાઓ માટે ખરાબ પોશ્ચર અને ઉઠવાની, બેસવાની અને ચાલવાની ખોટી રીત જવાબદાર હોય છે, કારણ કે તે આપણા શરીરને (Basic Exercises For Beginners) નુકસાન પહોંચાડી શકે છે, સંતુલન ખોરવાય છે.
આ પણ વાંચો:Fitness tips: શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરી આ રીતે રહો તંદુરસ્ત
ETV ભારત નિષ્ણાંતોની સલાહ પર, તેના વાચકો સાથે કેટલીક ફાયદાકારક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ (Streching Excersize) અને અન્ય કસરતો શેર કરી રહ્યું છે, જે ખભાના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ કસરત મહિલાઓ અને પુરુષો સરળતાથી કરી શકે છે. લગભગ તમામ ઉંમરના લોકો કરી શકે છે.
- આ સ્ટ્રેચ કરવા માટે પહેલા તમારા હાથને તમારી પીઠ પાછળ લાવો.
- હવે હથેળીઓ અને આંગળીઓને એકસાથે જોડો.
- ધ્યાન રાખવું કે, હાથ પીઠના નીચેના ભાગ સાથે જોડાયેલા હોય અને બન્ને હાથની આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય.
- હવે આ સ્થિતિમાં ખભાને પાછળની તરફ ખેંચવાનો પ્રયાસ કરો. ઓછામાં ઓછા 10 સેકન્ડ માટે આ મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરવો.
- આ સ્ટ્રેચ સ્થાયી અને બેસીને બન્ને રીતે કરી શકાય છે.
- આ સ્ટ્રેચ કરવા માટે એકદમ સ્ટ્રેટ પોઝીશનમાં ઊભા રહેવું અથવા બેસવાનું.
- હવે તમારા ખભાને ઉપરથી પાછળ તરફ ખસેડતી વખતે, તેને નીચેથી નીચેની તરફ ગોળાકારમાં ફેરવો.
- આ બાદ તમારા ખભાને પાછળથી આગળ ખસેડીને કસરતનું પુનરાવર્તન કરો. આ પ્રક્રિયાને 10 વખત પુનરાવર્તિત કરવી.
- સૌપ્રથમ, સીધા અને કમફર્ટ સ્થતિમાં ઉભા રહો અને હાથને ખભાની બરાબર સામેની દિશામાં આગળની તરફ રાખો, ત્યારબાદ તમારા હાથમાં એક મોટી અને મજબૂત બેન્ડ લો.
- હવે બેન્ડને બન્ને હાથમાં પકડતી વખતે, તેને વિરુદ્ધની દિશામાં ખેંચવાનો પ્રયાસ કરો. લગભગ 10 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહેવાનો પ્રયાસ કરવો.
- વ્યાયામ કરતી વખતે વિશેષ કાળજી રાખવી જોઇએ. કારણ કે જો ધ્યાન નહી રાખો તો હાથ અથવા ચહેરાને રબર બેન્ડ વડે ઈજા પહોંચી છે. જો શક્ય હોય તો, આ સ્ટ્રેચ કરતી વખતે, હાથમાં મોજા પહેરો અને શક્ય તેટલું હાથને ચહેરાથી દૂર રાખવા.
કોઈપણ પ્રકારની કસરત નિઃશંકપણે શરીરને મજબૂત બનાવે છે
ઝોરાવર સિંહ સમજાવે છે કે, કોઈપણ અને કોઈપણ પ્રકારની કસરત નિઃશંકપણે શરીરને મજબૂત બનાવે છે અને પીડા થતી અને વધતી અટકાવે છે, પરંતુ પીડાની સારવાર માટે માત્ર કસરત કરવી એ સંપૂર્ણ તરકીબ નથી. જો તમને જડતા, દુખાવો અથવા ખભાને હલાવવામાં વધુ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો:water retention In body: જાણો શરીરમાં કેટલી માત્રામાં પાણીની જરૂરીયાત