નયૂઝ ડેસ્ક: એક માન્યતા પ્રમાણે, સૂકો મેવો એક પ્રકારનું શકિત આપતો ખોરાક છે. કારણ કે તેના સેવનથી શરીરને એક ઉર્જા મળે છે. સુકા મેવામાં માત્ર કાજુ, બદામ કે અખરોટનો જ સમાવેશ નથી થતો. કિશમિશનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક (consumption raisins benefit for health) છે. તે માત્ર સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ શરીરમાં એનર્જી પણ જાળવી રાખે છે. આજના આર્ટીકલમાં કાળી કિશમિશના ફાયદા (black raisins benefits) વિશે વાત કરવાના છીએ, વાંચો પૂરો અહેવાલ.
જાણો રાધિકા કાલરા કાળી કિશમશ વિશે શું કહે છે?
પુણે સ્થિત ડાયટિશિયન રાધિકા કાલરા જણાવે છે કે, કાળી કિશમિશ વજન ઘટાડવામાં અને શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે ખુબ ઉપયોગી છે. આ સાથે શરીરને ઘણી બીમારીઓ અને સમસ્યાઓથી દૂર રાખવામાં પણ સક્ષમ છે. તેમાં ઔષધીય ગુણોનો ભંડાર છે, જે સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે.
જાણો કાળી કિશમિશમાં રહેલા વિટામિન વિશે
રાધિકા કાલરા કહે છે કે, કાળી દ્રાક્ષમાંથી કાળી કિશમિશ તૈયાર કરવામાં આવતી હોવાથી તેમાં ઘણા પ્રકારના વિટામિનસ અને મિનરલ્સ મળી આવે છે. આ સિવાય કાળી કિસમિસમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, એંટીઓક્સીડેંટસ, પોટેશિયમ સહિત પોલીફેનોલ્સ સારી માત્રામાં મળી રહે છે.
જાણો કાળી કિશમિશના થયેલા સંશોધન વિશે
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન (NCBI) અને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર બંનેની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, કાળી કિશમિશ પોલિફીનોલ્સ, ફાઇબર અને પોટેશિયમથી સમૃદ્ધ છે જે હાઈ બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં લાવવા મદદ કરે છે. રાધિકા કાલરા એ પણ જણાવે છે કે, કિશમિશમાં સમાયેલું પોટેશિયમનું ઉચ્ચ સ્તર લોહીમાં રહેલા સોડિયમને ઘટાડવામાં મદદ કરી શકે છે, જેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિણમાં આવે છે.
કાળી કિશમિશનું સેવન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે
કાળી કિશમિશમાં બોરોન ખનિજ (Boron mineral) સારી માત્રામાં પર્યાપ્ત છે. જે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય કાળી કિશમિશમાં કેલ્શિયમ પણ રહેલું હોય છે. જેના કારણે કાળી કિશમિશનું સેવન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને ઓસ્ટિયોપોરોસિસની સમસ્યામાં.
જાણો કાળી કિશમિશમાં ક્યાં-ક્યાં ફાયદા રહેલા છે?
કાળી કિશમિશ પર કરાયેલા સંશોધનોમાં પ્રકાશિત થયું છે કે, તેમાં આયર્ન ભરપૂર માત્રામાં સમાયેલું છે, તેથી નિયમિત ધોરણે એક મુઠ્ઠી કાળી કિશમિશનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાંથી રાહત મળે છે. રાધિકા કાલરા પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવે છે કે, એનિમિયા દૂર કરવામાં મદદગાર હોવા સાથે માસિક ધર્મ દરમિયાન કિશમિશનું ખાવાથી દુખાવામાં રાહત મળે છે.