ગુજરાત

gujarat

ETV Bharat / state

બાંડોકર સ્ટેડિયમ ખાતે મુસ્લિમ પ્રીમિયર લીગમાં ‘હેડર હન્ટર’ ટીમના કેપ્ટનનું હાર્ટએટેકથી મોત

વલસાડમાં ચાર દિવસીય મુસ્લિમ પ્રીમિયર લીગ ચાલી રહી છે. જેમાં ચાલુ મેચમાં ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન સ્ટેડિયમમાં ઢળી પડતા હૃદયરોગથી મોત નીપજ્યું હતું.

હેડર હન્ટર ટીમનાં કેપ્ટનનું ચાલું મેચ દરમિયાન મોત
હેડર હન્ટર ટીમનાં કેપ્ટનનું ચાલું મેચ દરમિયાન મોત

By

Published : Feb 9, 2021, 12:27 PM IST

  • 4 દિવસીય મુસ્લિમ પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ ચાલું હતી
  • વિકેટ કિપરની બાજુમાં સ્લીપમાં ફિલ્ડિંગ કરી રહેલ કેપ્ટનનું ચાલુ મેચમાં મોત
  • હેડર હન્ટર ટિમના કેપ્ટનનું મોત થતા ફેલાયો શોક

વલસાડ: BDCA સ્ટેડિયમ ખાતે ચાર દિવસીય મુસ્લિમ પ્રીમિયર લીગ ચાલુ હતી જેમાં ચાલુ મેચમાં ફિલ્ડિંગ કરી રહેલા કેપ્ટન સ્ટેડિયમમાં ઢળી પડતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ હ્રદયરોગના હુમલાથી તેમનું મોત નીપજ્યું હોવાનું ડૉક્ટર્સે જણાવ્યું હતું.

હેડર હન્ટર ટીમનાં કેપ્ટનનું ચાલું મેચ દરમિયાન મોત

ઈસ્ટ રેલવે યાર્ડ મોટીવાડીમાં રહેતો ઇમરાન રઝીઉલલા ખાન વલસાડના સ્ટેડિયમ રોડ ઉપર આવેલા BDCA સ્ટેડિયમમાં મુસ્લિમ પ્રીમિયર લીગની મેચ છેલ્લા બે દિવસથી રમાઈ રહી હતી. જેમાં મુસ્લિમ સમાજની અનેક ટીમોએ ભાગ લીધો હતો. ઇમરાને મુસ્લિમ પ્રિમિયર લીગની મેચ રમવા માટે હેડર હન્ટર નામની ટીમ બનાવી હતી અને તે આ ટીમનો કેપ્ટન હતો. પોતાની ટીમ સાથે ટુર્નામેન્ટમાં રમવા માટે ઉતર્યા હતા ત્યારે મેચ દરમ્યાન આ ઘટના બની હતી. સોમવારે મેચ ચાલુ હતી જેમાં ઇમરાન ફિલ્ડિંગ ભરી રહ્યો હતો ત્યારે અચાનક ચાલુ મેચમાં સ્લીપમાં ઉભેલો ઇમરાન ઢળી ગયો હોવાથી તેને બહાર લાવીને વાહન મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ ડૉક્ટરે ઇમરાનને મૃત જાહેર કર્યો હતો. કારણ કે એમનું હ્રદયરોગથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

ઈમરાન સામાજિક પ્રવૃતિમાં પણ હતા કાર્યરત

મૃતક ઇમરાને કોરોના કાળમાં લોકડાઉન દરમિયાન અનેક સામાજિક કામગીરી કરી હતી. રક્તદાન હોય કે કીટ વિતરણ હોય કે અન્ય તમામ કામગીરીમાં તેઓ આગળ રહ્યા હતા.આજે તેમના મોતને લઈ રમતવીરો અને મુસ્લિમ સમાજમાં શોક ની લાગણી પ્રવર્તી હતી.

ABOUT THE AUTHOR

...view details