- માતા પિતાની પ્રેરણાથી સતત પ્રેરાઈને તેણે પોતાની પ્રતિભાના ઓજસ પાથર્યા છે
- એન્જિનિયરિંગની સાથે-સાથે મોડલિંગ ક્ષેત્રે પણ આગળ વધવાની ધરાવે છે ઈચ્છા
- બે મહિના અગાઉ દક્ષિણ ગુજરાત ટોપ મોડલમાં બેસ્ટ પર્ફોમન્સમાં મેળવ્યું હતું સ્થાન
વલસાડ: વલસાડની પ્રમુખ ગ્રીન સોસાયટીમાં રહેતા 20 વર્ષની ઉંમર ધરાવતા આર્યન્ક જય મંગલ સિંગે વલસાડ શહેરનું નામ રોશન કર્યું છે. આર્યન્કે મધ્યપ્રદેશના સૌ પૂર ખાતે ગત અઠવાડિયે યોજાયેલી ઇન્ડિયા'ઝ ટોપ મોડલમાં બેસ્ટ મોડલ તરીકે સ્થાન પ્રાપ્ત કરીને પરિવાર તેમજ વલસાડનું ગૌરવ વધાર્યું છે.
આ પણ વાંચો:પંચમહાલની દિવ્યાંગ ક્રિકેટ ટીમે સ્પેશિયલ ખેલમહાકુંભમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક
બે મહિના અગાઉ બેસ્ટ પર્ફોમન્સનો ખિતાબ મેળવ્યો હતો
આર્યન્ક સિંગે બે મહિના અગાઉ યોજાયેલી સાઉથ ગુજરાત ટોપ મોડલમાં બેસ્ટ પર્ફોમન્સનો ખિતાબ મેળવ્યો હતો. તે સમયે પણ તેના પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.