ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં ત્રણ દિવસમાં ઘર બહાર નીકળેલા 85થી વધુ વાહનો કરાયા ડીટેઇન - કોરોના વાઈરસ ન્યૂઝ

સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન જાહેર કરવા છતાં વાપી પંથકમાં બાઇક લઇને લટાર મારવા નીકળેલા 85થી વધુ લોકોના વાહન પોલીસ વિભાગ દ્વારા ડીટેઇન કરવામાં આવ્યા છે. અને નવ જેટલા લોકો સામે 188ની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાપીમાં ત્રણ દિવસમાં ઘર બહાર નીકળેલા 85થી વધુ વાહનો કરાયા ડીટેઇન
વાપીમાં ત્રણ દિવસમાં ઘર બહાર નીકળેલા 85થી વધુ વાહનો કરાયા ડીટેઇન

By

Published : Mar 31, 2020, 3:06 PM IST

વાપી : વાપી પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં પોલીસ વિભાગના જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત વાપી ઉદ્યોગનગર પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરનારા 24 વાહન ડિટેઇન કરવામાં આવ્યા છે. જ્યારે ડુંગરા પોલીસ મથકમાં 34 વાહન અને વાપી ટાઉન દ્વારા 27 વાહન ડિટેઇન કર્યા છે. તો, નવ જેટલા વાહનચાલકો દ્વારા પોલીસ સામે બેહૂદું વર્તન કરતાં અને જાહેરનામાનો ભંગ કરવા બદલ 188ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પકડાયેલા તમામ વાહન ચાલકો મુખ્ય રસ્તા પર કોઈ પણ જરૂરી કામ વગર લટાર મારવા નીકળ્યા હોવાથી પોલીસે તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવી પડી છે. અને આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વાપી પંથકમાં કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details