ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના 7 યુવાનોનું વેસ્ટર્ન વાદ્યો સાથે સૌને કરે છે ભક્તિમય - Solo performance

આજકાલ હોલિવુડ અને બૉલિવુડ તરફ યુવા ધન અકર્ષાયું છે, ત્યારે વલસાડના 7 યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રીય સંગીત લોક ગીતો અને ભજન વેસ્ટર્ન વાદ્યો પર રજૂ કરીને યુવા વર્ગને અનોખી રીતે ભજન પીરસીને એનોખો પ્રયાસ કરતા 'ધી અન પ્લગ બેન્ડ' દ્વારા જન્માષ્ટમી માટે વિશેષ તૈયારી કરી છે.

વલસાડના 7 યુવાનોનું વેસ્ટર્ન વાદ્યો સાથે સૌને કરે છે ભક્તિમય
વલસાડના 7 યુવાનોનું વેસ્ટર્ન વાદ્યો સાથે સૌને કરે છે ભક્તિમય

By

Published : Aug 30, 2021, 2:30 PM IST

  • સોલો પરફોર્મન્સ કરતા યુવાનોનું બન્યું "ધી અન પ્લગ બેન્ડ"
  • 7 યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિના ભજનો વેસ્ટર્ન ફ્યુઝન સાથે કરે છે રજૂ
  • 'ધી અન પ્લગ બેન્ડ' દ્વારા જન્માષ્ટમી માટે વિશેષ તૈયાર

વલસાડ:સામાન્ય રીતે કોઈ પણ મનુષ્ય આનંદમાં હોય કે દુઃખમાં બન્ને સમયે જો એનું મન અને ચીત લાગતું હોય તો તે સંગીતમાં છે. સંગીતમાં એવો જાદુ છે કે, બીમાર વ્યક્તિને પણ સાજા કરી શકે છે. જોકે આજકાલ હોલિવુડ અને બૉલિવુડ તરફ યુવા ધન અકર્ષાયું છે, ત્યારે વલસાડના 7 યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રીય સંગીત લોક ગીતો અને ભજન વેસ્ટર્ન વાદ્યો પર રજૂ કરીને યુવા વર્ગને અનોખી રીતે ભજન પીરસીને એનોખો પ્રયાસ કરતા 'ધી અન પ્લગ બેન્ડ' દ્વારા જન્માષ્ટમી માટે વિશેષ તૈયારી કરી છે.

વલસાડના 7 યુવાનોનું એક ગ્રૃપ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટથી સૌને કરે છે ભક્તિમય

ફ્યુઝન સાથે જન્માષ્ટમીને લગતા કૃષ્ણ ભગવાનના કેટલાક ભજનો

પશ્ચિમી દેશોના લોકો જો ભારતીય સંસ્કૃતિના ભજનો ભારતીય વાદ્યોઓ સાથે રજૂ કરી શકતા હોય તો આપણે કેમ નહિ ત્યારે 'ધી અન પ્લગ બેન્ડ'ના સભ્ય ETV ભારત સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, જો પશ્ચિમી સંસ્કૃતિના લોકો ભારતીય સંસ્કૃતિના ભજનો ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ખૂબ આસાનીથી રજૂ કરી શકતા હોય તો ભારતનો યુવાવર્ગ પશ્ચિમ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ભારતના ભજનો કેમ રજૂ નથી કરી શકતા એ જ વિચારને ધ્યાને લઇને તેમના દ્વારા વેસ્ટન ઇન્સ્ટ્રુમેન્ટ સાથે ભારતીય ભજનો રજૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેમણે વેસ્ટન ફ્યુઝન સાથે જન્માષ્ટમીને લગતા કૃષ્ણ ભગવાન ના કેટલાક ભજનો પણ બનાવ્યા છે જે હાલ તો ખૂબ કર્ણપ્રિય અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

અગાઉ આ બેન્ડના સાત સભ્યો વ્યક્તિગત રીતે કાર્યક્રમો રજૂ કરતા હતા

'ધી અન પ્લગ બેન્ડ'ના 7 સભ્યો અગાઉ વ્યક્તિગત રીતે અલગ-અલગ પોતાના કાર્યક્રમો કરતા હતા પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેઓ એકબીજાના પરિચયમાં આવ્યા અને એક બીજાના વિચારો મળતા થયા જે બાદ તેમણે આ બેન્ડ બનાવવાનું નક્કી કર્યું અને સાત જેટલા યુવાનોએ ભેગા મળીને આ બેન્ડની શરૂઆત કરી છે.
નાનકડા વલસાડ શહેરમાં તેમણે એક મિત્રના ઘરમાં જ પોતાનો નાનકડો સ્ટુડિયો બનાવ્યો છે.

  • કોણ છે આ સાત યુવકો અને ક્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર તેઓ મહારથ હાસિલ કર્યું છે

1.રજત લાડ (કી બોર્ડ પ્યાનો પેલર)
2.ઈશાન મિસ્ત્રી (વાંસળી અને તબલા )
3.કુંજન પટેલ (ડ્રમ પ્લેયર)
4.પટેલ વેદ (ગિટાર પ્લેયર)
5.હિતેન લાડ(પરસેસન સેકર )
6.દેસાઈ કુંજ (મંજીરા પ્લેયર)
7આકાશ પારેખ (બાસ ગિટાર પ્લેયર)

ABOUT THE AUTHOR

...view details