- સંક્રમણ ન ફેલાય તે માટે ધરમપુરના વેપારીઓ દ્વારા ધરમપુરમાં શનિ-રવિ લોકડાઉન
- વહેલી સવારથી ધરમપુરના બજારોની તમામ દુકાનો બંધ રહી
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી જોવા મળી
વલસાડ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે દિનપ્રતિદિન દર્દીઓની સંખ્યામાં સંક્રમણને કારણે વધારો નોંધાઈ રહ્યો છે. આ સંક્રમણને રોકવા માટે તમામ નાના શહેરો અને મોટા શહેરોમાં સ્વૈચ્છિક બંધ અને લોકડાઉન જેવી સ્થિતિ વેપારીઓ દ્વારા સ્વયંભૂ રીતે કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વેપારી મંડળ દ્વારા પણ શનિ રવિ સ્વયંભૂ લોકડાઉન રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે પૈકી, શનિવારના રોજ વહેલી સવારથી બજારમાં આવેલી તમામ દુકાનો બંધ રહી હતી. જો કે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે દવા દૂધ તેમજ જરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાન માત્ર ખુલ્લી રહી હતી.
આ પણ વાંચો:કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
ધરમપુરમાં અત્યાર સુધીમાં 66 કોરોના કેસ નોંધાયા, 6 એક્ટિવ કેસ