ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં

વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે દરેક ગામોમાં નીચાણવાળા વિસ્તારો પાણીથી ગરકાવ થયા છે. તો મુખ્ય માર્ગો ઉપર આવેલી નદીના બ્રીજની ચારેબાજુ પાણી ફરી વળવાના કિસ્સાઓ સામે આવ્યા છે. વલસાડ નજીકમાં આવેલા ઓઝર ગામથી વહેતી વણઝારા નદી પર નીચાણવાળો બ્રીજ પણ વરસાદી પાણી ફરી વળતા વાહનોની આવન જાવન માટે બંધ થઈ ગયા હતા. તો  8 જેટલા ગામોના લોકોનો સંપર્ક કપાઈ ગયો હતો.

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં

By

Published : Jun 30, 2019, 4:01 AM IST

વલસાડ નજીકમાં આવેલ ઓઝર ગામેથી વહેતી વણઝારા નદી ઉપર બનેલ બ્રીજ ઉપરથી શનિવારના વરસાદને કારણે પાણી વહેતા વાહનચાલકો માટે આ બ્રિજ બંધ કરાયો હતો. ઉપરવાસમાં પડી રહેલાં વરસાદને કરાણે નદીમાં પાણીની આવક વધતાં હાલ નાનીમોટી નદીઓ બંને કાઠે વહી રહી છે. ઓઝર ગામે આવેલી વણઝારા નદીના બ્રીજ ઉપરથી વહેલી સવારે પાણી ફરી વળ્યું હતું. જેથી આ માર્ગ પર પસાર થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

વલસાડમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું, તો 8 ગામો બન્યાં સંપર્ક વિહોણાં

બ્રીજ ઉપર પાણી ફરી વળતા આ જ માર્ગ ઉપર બ્રીજની સામે તરફ આવેલા 8 જેટલા ગામો પૈકી ઓઝર, કાકડમટી, ફલધરા, લખમાપોર, કચીગામ, વેલવાચ, કોસમકુવા, કુરગામ જેવા ગામોનો સંપર્ક કપાયો હતો. મેઘ મહેરથી આનંદિત બનેલા લોકો પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોઈને ચિંતામાં મુકાયા હતા. બપોર 2વાગ્યા સુધીમાં વરસાદના વિરામ બાદ બ્રીજ ઉપર નું પાણી ઓસરી જતાં વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details